જુનાગઢમાં રિક્ષા દ્વારા દારૂની હેરફેર કરનાર વ્યક્તિઓ ઝડપાયા.
એલસીબીએ બાતમીના આધારે જુનાગઢ શહેરમાં બે સ્થળે રિક્ષામાં દારુની હેરાફેરી થતી હોવાની જે સ્થળ ઉપર પહોંચે તે પહેલા પોલીસે બંને સ્થળેથી બે રિક્ષામાંથી 130 બોટલ વિદેશી દારુ સાથે એકને પકડી લીધો હતો. ઓટો રીક્ષા નં. જીજે 17 ટીટી 7246માં દારુની હેરાફેરી થતી હોવાની માહિતી એલસીબી પોલીસને મળી હતી . પોલીસને જોઇ આરોપીઓ રીક્ષા છોડીને ભાગી ગયા હતા. રિક્ષાની તલાશી લેતાં 67 બોટલ કબ્જે કરી હતી.તે સમયમાં સીધી સોસાયટીમાંથી આવતી ઓટો રીક્ષા નં. જીજે 07 એટી 2869માં દારુ હોવાની માહિતી મળતાં રીક્ષા રોકાવી રીક્ષાચાલક રબારી લાખા મોરી ભાગવાની કોશિશ કરતા પોલીસે તેને પકડી લીધો હતો. રીક્ષામાંથી 63 બોટલ કબજે કરી કુલ 130 બોટલ રીક્ષા બે મળી કુલ 1.53 લાખનો માલ કબજે કરી અન્ય ભાગી છુટેલ રીક્ષા ચાલકની શોધ તેમજ રીક્ષામાલિકની તપાસ પોલીસે હાથ ધરી છે.
-મળતી માહિતી