મોરબીના કુલીનગર વિસ્તારમાંથી બિયરના ટીન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.


મોરબીના કુલીનગરમાંથી 48 બિયરના ટીન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એકની શોધખોળ જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા.30 મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરના રહેણાંક મકાનમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની માહિતીના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ પાડવામાં આવી હતી. ત્યારે ઘરમાંથી 48 બીયરના ટીન મળી આવતાં હાલમાં પોલીસે 4800 રૂપિયાના માલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. અને અન્ય એક શખ્સને પકડવા માટે થઈને કાર્યવાહી હાથ ધરી છે. તે ઘટના દ્વારા જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા ઇમરાન નુમામદભાઇ મોવરના રહેણાક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે ઇમરાનના ઘરમાંથી કુલ મળીને 48 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે 4800 રૂપિયાની કિંમતના બીયરના ટીન કબજે કરીને હાલમાં ઇમરાન નુરમામદભાઇની ધરપકડ કરી છે. તેમના દ્વારા નિજામ જુસબભાઈ રહે મચ્છી પીઠ પાછળા વાળાનું નામ જાણવા મળ્યું છે. હાલમાં તેને પકડવા માટે થઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી