નાના દિનારામાં યુવાનની હત્યાના કિસ્સામાં છ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી .

ભુજ તાલુકાનાં નાના દિનારા ખાતે યુવાનના હત્યાના કેસમાં છ શખ્સો સામે ગુનો દાખલ  કરી વધુ તપાસ આગળ ધરાઇ છે. જુસણ ઇબ્રાહિમ સમા (ઉ.વ. ૫૫ રહે . નાના દિનારા તા. ભુજ ) ની ફરિયાદને ટાંકી પોલીસે માહિતી આપતા જણાવેલ કે હત્યાના કિસ્સામાં ગત સાંજે સાડા સાત વાગ્યે નાના દિનારા ગામથી પશ્ચિમે આવેલ કાસમવાંઢમાં ઈદગાહની બાજુમાં બનવા પામ્યો હતો. તેઓના  સંબંધી વાહેદના રમઝાન સમા (ઉ. વ. ૧૮ )ને નાના દીનારા ગામે રહેતા જૂસબ સમાની દીકરી સાથે આડો સંબંધ હોવાનો શક રાખી આરોપીઓ જૂસબ સતાર સમા, હકિમ જૂસબ સમા , સતાર જૂસબ સમા , ક્યુમ અલાના  સમા તથા બીજા બે અજાણ્યા શખ્સો (રહે . બધા નાના દિનારા ) એ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી પોતાનો સામન્ય ઇરાદો બર લાવવા માટે ધોકા જેવા હથિયારો તથા બોથડ પદાર્થ ધારણ કરી વાહેદના સમાને ગાળો આપી માથા તથા શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારી શખ્સો નાસી છૂટ્યા હતા. ખાવડા પોલીસે શખ્સો સામે આઇપીએસ કલમ ૩૦૨ , ૧૨૦(બી ) ,૧૪૩, ૧૪૭ ,૧૪૮ ,૧૪૯ તથા જીપીએક્ટ ૧૩૫ હેઠળ ગુન્હો નોધી વધુ  તપાસ  પીએસઆઇ એમ.કે. ચોધરીએ હાથ ધરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *