ભુજ શહેરમાં ઉછીના પૈસા ના આપતા એક યુવક પર છરી વડે હુમલો

ભુજ શહેરમાં આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ ઈસાદ કટિયાર અને રફીક નામના શખ્સોએ સોયબ મમણ ઉપર છરીથી હુમલો કર્યો હતો. દાદુપીર રોડ ઉપર રહેતા સોયબ જુસબ મમણ પાસેથી ઈસાદ કટિયારે ઉછીના પૈસા માંગ્યા હતા અને સોયબે ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાઈ સોયબને ગાળો આપી સોયબના જમણા પગની સાથળમાં છરી વડે માર મારી ઇજાઓ પહોંચાડતા એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી હેડ કોન્સટેબલ રાજેન્દ્રસિંહ રાજપુતે તપાસ હાથ ધરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *