એક વર્ષ અગાઉ ગાંધીધામના સુંદરપુરીમાં થયેલ ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી.

ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી સથવારાવાસના રહેવાસી વિજયભાઈ કસ્તુરભાઇ ડુંગરીયાએ તા.૧૭.૨.૧૭ ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે તા.૧૬.૨.૧૭ ના રોજ સાંજે સાતેક વાગે વિજયભાઈ કામેથી ઘેર આવેલ તે સમયે તેમની માતા રાજીબેન તેમની બેન મંજુબેનને ઘરકામ માટે વઢેલ અને મંજુએ ગાળાગાળી કરતાં તેમની માતાએ મંજુને થાપડ મારેલ ત્યારે આ પરિવાર જમી પરવારીને સુઈ ગયેલ અને સવારના પાંચ વાગે માતા રાજીબેનનો અવાજ આવતા વિજયભાઈ જાગી ગયેલ ત્યારે જોયેલ તો વિજયભાઈના માતાના શરીરમાંથી લોંહી નીકળતું હતું અને તેમના માતાએ આંગળીથી ઈશારો કરતાં વિજયભાઈ અંદર ગયેલ ત્યારે તેમની બેન મંજુ તલવારથી મધુ અને આરતીને ઘા કરતી હતી જેથી તે બંને લોંહી લુહાણ થઈ ગયેલ અને આરતી ત્યાજ બેભાન થઈ ગયેલ જેથી મધુ અને આરતીને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં મોકલવવામાં આવ્યા હતા. આ રીતે આરોપીએ ઘરકામ બાબતે તેની માતા દ્વારા આપવામાં ઠપકાનો મન દુખ રાખી આરોપી મંજુબેન પોતાની બે બેનો તેમજ માતાને તલવારથી જીવલેણ હુમલો કરેલ જેમાં ફરિયાદીની માતા અને આરતી બેન મરણ પામ્યા હતા.જેથી ગુન્હો કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી સરકારશ્રી તરહે ધારદાર દલીલો રજૂ કરવામાં આવેલ જે નામદાર શ્રી એડી સેન્સન કોર્ટે જ આરોપી મંજુબેન કસ્તુરભાઇ ડુંગરીયાને તક્ષિવાર ઠેરવી ફાંસીની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. જેમાં પૂર્વ કચ્છમાં આ પહેલી મહિલા અને પશ્ચિમ કચ્છમાં બીજી કે જેને ફાંસીની સજા થઈ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *