શનિ મંદિર પાસે થયેલા મર્ડરમાં ઓડિયો મળતા ચકચાર મચી ગયો છે.
11 મે 2018 ના રોજ અંજારમાં થયેલા મર્ડરનો રહસ્ય વધુ ઊંડો બની રહ્યો છે. જેનો મર્ડર થયો હતો અને તે મર્ડરને અંજામ આપનાર વચ્ચે ફોન પરની ઉગ્ર બોલાચાલીનો એક ઓડિયો ટેપ સામે આવ્યો છે. જેમાં બંને વચ્ચેની વાતચીતમાં ભાજપના એક ધારાસભ્યનું નામ આવે છે. આ બનાવમાં ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે. મર્ડર કેસમાં રોજ એક નવી નવી પહેલીઓ બહાર આવી રહી છે. કોંગ્રેસનાં અમદાવાદ ખાતેથી મળતી માહિતી અનુસાર આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે કેટલીક ગુથીઓ સુલજાવી છે. તેના કેટલાક રહસ્ય બહાર લાવ્યા છે. પરંતુ હવે ખરો રાજકીય રહસ્યની ગુથીને સુલજાવે ત્યારે કચ્છમાં મોટી સુનામી આવી જાશે તેવી શક્યતા છે.
આ બનાવમાં ચાર શખ્સોએ સાથે મળીને મર્ડરને અંજામ આપ્યો હતો. તેમજ આ બનાવ સોશિયલ મીડિયામાં જાહેર થયેલો ઓડિયો પોલીસને મળી આવતા ઓડિયો ટેપ ઉપરથી જાણવા મળ્યું છે. જેમાં બંને વચ્ચે બોલાચાલી થતાં બંને વચ્ચે અપશબ્દો બોલે છે. જેમાં ધારાસભ્યના નામનું પણ ઉલ્લેખ થયો હતો. બંને શનિ મંદિરે મળવાનું નક્કી કરે છે. તેમાં એકનો મર્ડર થઈ જાય છે. નામચીન અપરાધી ધર્મેન્દ્રસિંઘ રાજપૂતનો મર્ડર થાય છે. મર્ડર કરનાર યાકુબ મહંમદ છે. તેની સાથે અસગર પણ હતો.
આ બધા મુદ્દામા સૌથી વધુ હેરાનકરનારી બાબત એ સામે આવી છે કે, તેમાં ધારાસભ્ય કઈ રીતે પોતાની ભૂમિકા ભજવે છે તે રહસ્યનો ઉકેલ લાવવું હવે મહત્વનો વિષય બની ગયો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.