મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસે હાઇવે ઉપર ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું મોત.

મોરબી તાલુકાનાં લાલપર ગામ નજીક ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક ચાલકનું મૃત્યુ નીપજયું હતું. તાલુકા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ નજીક રહેતા મૂળ વતની યુપીના રૂપમભાઇ રાધાકૃષ્ણ પાંડે ગઈ કાલે પોતાના બાઇક ઉપર લાલપર ગામ પાસેથી પાવર હાઉસ સામે નેશનલ હાઇવે ઉપરથી પ્રસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન બાઇક ટ્રકની પાછળ ઘૂસી જતાં રૂપમભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. મોરબી તાલુકાનાં પોલીસે આ એક્સિડન્ટની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *