લીમખેડા તાલુકાનાં મોટીબાંડીબાર ગામમાં એક પરણિત યુવતીએ કોઈ કારણોસર કર્યો આપઘાત.
લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામમાં ગઇકાલે 20 વર્ષીય પરણિત યુવતીએ કોઈ કારણોસર પોતાના પિતાના ઘર પાસે આવેલ વાવમાં કૂદકો મારીને પોતાના જિંદગીને પૂર્ણવિરામ લગાવ્યો હતો. આ બનાવ અંગે ચકચાર મચી જવા પામ્યો છે. મોટીબાંડીબાર ગામના સગુમ પાટડી ફળિયામાં રહેતા જુવાનસિંહ પટેલની 20 વર્ષની દીકરી સુરેખાબેનનાં લગ્ન ગત 6 મે ના રોજ ઝરોલા ગામે જ્ઞાતિનાં રિતિરિવાજ અનુસાર થયા હતા. સુરેખાબેનને એક અઠવાડીએથી તાવ આવતા તેની તબિયત લથડી હતી. અને ગઇકાલે રાત્રિના ઘરના આંગણામાં બેસીને પરિવારજનો વાતો કરી રહ્યા હતા તે સમય રાત્રિના 10:30 વાગ્યાના સુમારે જુવાનસિંહ પટેલના ઘરની પાસેમાં આવેલ વાવમાં કૂદકો લગાવી કોઈ કારણોસર જિંદગીને પૂર્ણવિરામ લગાવ્યું હતું. પરિવારની નજરની સામે આ નવપરણિત દીકરીએ વાવમાં કૂદકો લગાવીને આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.