રાધનપુરમાં 20 વર્ષીય યુવતી સાથે થયું ગેંગરેપ
મહિલાઓ સાથે રેપની ઘટનાઓ દિન પ્રતિ દિન વધી રહી છે જે સમાજમાં એક ચિંતાનો વિષય થઈ રહ્યો છે. ત્યારે રાધનપુરમાં ૨૦ વર્ષીય યુવતી સાથે ગેંગ રેપ થવાની ઘટનાથી સ્ત્રીઓની સલામતી મુદ્દે પ્રશ્ન ઊભા થયા છે
યુવતીએ પોતાની સાથે થયેલી ઘટનાને લઈને ૩ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું કે તેને અલગ અલગ શહેરોમાં લઈ જઇ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તથા યુવતી પાસે રહેલા દાગીના પણ લૂંટી લીધા હતા જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો તેને જીવતો સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી
પોલીસે ફરિયાદ નોંધી યુવતીને ધારપૂર મેડિકલ તપાસ માટે મોકલી હતી. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.