રાજુલાના સમઢીયાળા ગામમાં 10 શખ્સોએ ધંધાની અદાવતને લઈને યુવકની કરી હત્યા.
રાજુલા તાલુકાનાં સમઢિયાળ-1 ગામમાં એક યુવક પર 10 જેટલા શખ્સોએ ટ્રાન્સપોર્ટના ધંધાના અદાવતમાં ગઇકાલે મોડી રાત્રિના સમયે લાકડી અને પાઇપ વડે હુમલો કરીને મર્ડર કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર રાજુલા તાલુકાનાં સમઢીયાળા-1 ગામના જયંતિભાઈ કાંતિભાઇ મારુ નામનો યુવક છેલ્લા એક મહિનાથી ગામમાં આવેલ બાપા સીતારામના ઓટલા નજીક બેસી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. જે ગામના કેટલાક શખ્સોને ખટક્તું હતું. જેના કારણે ગઇકાલે રાત્રિના ભાગમાં દશ વાગ્યાના સમય આસપાસ ખોડા ભગા મકવાણા સાથે 10 એક જેટલા શખ્સોએ લાકડી પાઈપ વડે આ યુવકની ઉપર હુમલો કરીને આધેડ માર મારીને ઇજાઓ થતાં ગંભીર હાલતમાં પહેલે સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ હાલત ખરાબ થતાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજતા આ ઘટના મર્ડરમાં પર્વતીત થઈ હતી. આ અંગે ભાવનાબેન નાગજીભાઇ સરવૈયાએ મરીન પીપાવાવ પોલીસમાં 10 શખ્સો સામે પોતાના ભાણેજના મર્ડર, રાયોટિંગ,એટ્રોસીટી મુજબની કલમો સાથે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.