ઉનામાં ૫ શખ્સો દ્વારા છરી તથા કાંચની બોટલો વડે થયો હુમલો
વડલી ચોકમાં શકલેન બસીરભાઈ શેખ અને ફિરોજ મુસાભાઈ ભિસ્તી (રહે.બંને ઉના) અગાઉ પાડોશમાં રહેતા હતા ત્યારે ઝગડો થયો હતો. જેને લઈને જૂના મનદુખ રાખી ફીરોજ મુસાભાઈ ભિસ્તી ,મોઈન ભીખુ, આશીફ ભીખુ કુરેશી, સોહિલ હામદભાઈ, દિલીપ મહેબૂબ રહે.ઉનાવાળા એકસંપ કરી ગેરકાયદેસર મંડળી સાથે છરી તથા કાંચની બોટલ વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા કરી લોહીલુહાણ કરી નાખતા શકલેન બસીરભાઈ શેખને ઉના દવાખાને દાખલ કરેલ છે અને પોલીસ ફરિયાદ થતાં પોલીસ જમાદાર એમ.આઈ.શેખે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.