રાજ્ય સરકાર દ્વારા મુન્દ્રા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ રદ્દ લાંબી કાયદાકીય લડત ના પ્રતાપે જિલ્લા વિકાસ અધિકારી ભુજ નો હુકમ રદ્દ
છેલ્લા ૧૪ મહિના થી કાયદાકીય દાવપેચ અને ન્યાયિક પક્રિયા ના અંતે રાજ્યપાલ ના આદેશ થી રાજ્ય સરકારે મુન્દ્રા ગ્રામ પંચાયત ની સામાજિક ન્યાય સમિતિ ને પ્રતિષેદ કરતો હુકમ કરવા માં આવેલ છે. અરજદાર ભરત કાનજીભાઈ પાતારીયા અને તેમના વકીલ કાનજીભાઈ સોંધરા દ્વારા ગુજરાત પંચાયતધારા ની કલમ ૨૫૯ હેઠળ રાજ્ય સરકાર માં રિવિજન અપીલ દાખલ કરવા માં આવેલ જે રિવિજન અરજી ગ્રાહ્યે માન્ય રાખવા માં આવેલ છે. અને જિલ્લા વિકાસ અધિકારી ભુજ કચ્છ ના હુકમ ને કરવા રદ્ કરવામાં માં આવેલ છે. અને છેલ્લા ૧૪ મહિના થી ચાલી રહેલા કાયદાકીય યુદ્ધ માં સત્ય નું વિજય થયું છે.
ગત વર્ષ ના એપ્રિલ માં આ વિવાદ શરૂ થયું હતું જે પોલીસ સ્ટેશન પહોચીયુ હતું બાદ માં તાલુકા વિકાસ અધિકારી પાસે અરજદાર મુન્દ્રા ગ્રામ પંચાયત ના સદસ્ય ભરત પાતારીયા દ્વારા કાયદેસર અપીલ દાખલ થયેલ તેની લાંબી સુનાવણી બાદ સામાજિક ન્યાય સમિતી ને માન્ય યોગ્ય કરતો હુકમ કરવા માં આવેલ ત્યાર બાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ કોશલ્યબેન માધાપરિયા દ્વારા પંચાયતધારા ની કલમ ૨૪૨ હેઠળ ગેર બંધારણીય રીતે તાલુકા વિકાસ અધિકારી ના હુકમ સામે મનાઈ હુકમ આપવા માં આવેલ ત્યારે વિવાદ મોટું સ્વરૂપ લેતા મનાઈ હુકમ વાળી અરજી ખેંચી ને પંચાયતધારા કલમ ૨૪૯ હેઠળ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ મુન્દ્રા ના સરપંચ ધર્મેન્દ્ર જેસર અને ન્યાય સમિતિ ના ચેરમેન દેવલબેન સિજુ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ના હુકમ સામે અપીલ કરવા માં આવેલ જેમા લાંબી સુનાવણી ચાલી હતી બંને પક્ષો તરફ થી તેમનાં વકિલો તરફ થી ની રજુઆત સાંભળી ને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એ તાલુકા વિકાસ અધિકારી મુંદરા નો હુકમ રદ્દ કરેલ હતો.જે હુક્મ સામે નારાજ થઈ અરજદાર ભરત કાનજીભાઈ પાતારીયા તેમજ તેના એડવોકેટ કાનજીભાઈ સોંધરા મુંદરા કચ્છ દ્વારા રિવીજન /અપીલ અરજી રાજ્ય સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર સમક્ષ દાખલ કરેલ હતી.જે રિવીઝન અરજી ની બન્ને પક્ષકારો તેમજ તેમના વકિલો મારફતે સરકાર ના સચિવ શ્રી અધિકારી સમક્ષ ગાંધીનગર મધ્યે સુનાવણી હાથ ધરવામાં આવેલ હતી. જે બન્ને પક્ષકારો ને સાંભળ્યા બાદ તા .11/ 5 /18 રોજ ગુજરાત ના રાજ્ય પાલ શ્રી ના હુક્મ થી અને તેમના નામે. સહી./ નાયબ સચિવ સાહેબ શ્રી સચિવાલય, ગાંધીનગર દ્વારા હુક્મ કરવામાં આવેલ છે. ત્યારે આજે રાજ્યપાલ ના આદેશ થી રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ભુજ નો હુકમ રદ્દ કરવા માં આવેલ છે.. જે હુકમ ની નકલ આજરોજ અરજદાર તેમજ તેમના વકીલ શ્રીને મળતા ખુશી નો માહોલ મિત્ર વર્તુળમાં તેમજ કાર્યકરો માં છવાઇ ગયેલ છે.હવે ફરીથી થોડા દિવસોમાં મુંદરા ગામ પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન માટે ગુજરાત પંચાયત એકટ હેઠળ નિયમો હેઠળ વહીવટી ન્યાય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આખરે સત્ય નો વિજય.