જુગાર ધારા કલમ ૪,પ મુજબનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ.કિમત.રૂ.4,25,000 નું મુદામાલ કબ્જે કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરોક્ષક  જેં.આર.મોથલીયા સાહેબ બોડડર રેન્જ, ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ તેમજ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી તથા સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે આમરડી ગામથી લુણવા ગામ તરફ જતાં સુખપર ત્રણ રસ્તા પાસે આવેલ ધ્રાગા વિસ્તારમાં જયરામ ઉર્ફે મકડો રણછોડભાઈ પટેલ દ્વારા બહારથી જુગારના ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી પોતાની વાડીમાં આવેલ મકાનની ઓરડીમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએથી નીચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૪, પ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.