16 દિવસ સુધી પેટ્રોલમાં ભાવ વધાર્યા પછી માત્ર 1 પૈસાનો ઘટાડો
દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતથી પરેશાન લોકો માટે બુધવારે એક રાહતના સમાચાર આવ્યા હતા. જોકે થોડા સમય પછી એ સમાચાર ખોટા સાબિત થયા હતા. નોંધનીય છે કે, બુધવારે પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જોકે આઈઓસીની વેબસાઈટ પર એક ભૂલને કારણે આ ઘટાડો 60 પૈસા દર્શાવવામાં આવ્યો હતો.