લખપત તાલુકાના તહેરા ગામના રહેવાસી જત ઉમર ભાઈ ની એક પાડી નું આજે મરણ થયો છે, હજી તો બે પાડીઓ બિમાર છે તે બન્ને પાડીઓ નું બિમારી કારણે મરણ થાય તેવી શક્યતા, ઉમર ભાઈ ની પાડી ના મરણ થી અને બે પાડીઓને બિમારી ની હાલતમાં જોઈ ઉમર પર ચિંતા ની લાગણી છવાઈ

લખપત તાલુકાના તહેરા ગામના રહેવાસી જત ઉમર ભાઈ ની એક પાડી થોડાક દિવસો થી બિમાર હતી,ઉમર ભાઈ ના જણાવ્યા મુજબ આજે સવારથી લઇને સાંજ ૬:૦૦ વાગ્યે સુધી ડોક્ટરો પર લગાતાર ફોન કરી જણાવી રહ્યો હતો,તો ડોક્ટર નું એકજ જવાબ હતું કે આજે રવિવાર છે રવિવાર માં અમારી રજા  રહેશે તે માટે આજે અમે આવી શકશું નહીં,પણ માલિક ને તો ચિંતા જ થાય ને? એ વારંવાર ડોક્ટર પર ફોન કરી રહ્યા હતા.અને ફોન માં ડોક્ટર ને લગાતાર કહી  રહ્યા હતા કે ડોક્ટર સાહેબ અમારી પાડી આજે બહુ બિમાર છે જેથી તમારે આવવું તાત્કાલિક ફરજિયાત છે,આજે પાડી બચશે નહીં તેવી શક્યતા, ડોક્ટર સાહેબ હજી તો મારી બે પાડીઓ બીમાર છે તમે ડોક્ટરની ટ્રેનિંગ લીધી છે તો તમારે આવવું ફરજિયાત છે, બસ ડોક્ટરનું એક જવાબ હતું કે આજે રવિવાર છે આજે અમે આવી શકશું નહીં, આવા ડોક્ટરોના જવાબથી માલધારીઓ કંટાળી જાય છે, આવા સમય પર પણ ડોક્ટરો આવી ન શકે તો એ ડોક્ટરી શું મતલબ ની? અમારી પાડી મોતના મુંહ માં હતી તો એ પણ ડોક્ટરો આવ્યા નહીં, માલિકના જણાવ્યા મુજબ દિવસમાં પાંચ વખત ફોન કર્યો, છતાં પણ ડોક્ટરો આવ્યા નહીં, ડોક્ટરોના ગફલતો ના કારણે આજે મારી પાડી નું મરણ થયું છે, પરંતુ આવા ગફલત વાળા ડોક્ટરોના કારણે કેટલાક અબોલ બિમાર પશુઓના મોત થશે, કાયદેસર આવા ડોક્ટરોના જવાબથી આવા ડોક્ટરો સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ

અહેવાલ, અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ