રાપર તાલુકા પંચાયત તથા રોટરી કલબ ઓફ રાધનપુર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

તા.૦૮.૦૮.૨૦૨૧ રોજ પલાસવા ગામે જય ગોપાલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ના પ્રમુખ મોતીભાઈ વજાભાઈ ભરવાડ સદસ્ય (દંડક) રાપર તાલુકા પંચાયત તથા રોટરી કલબ ઓફ રાધનપુર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પ મા ૫૮૨ જેવા દર્દીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો.અને આ કેમ્પ નું રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ના મહંત સ્વામી સદગુરુ બાલકૃષ્ણ સ્વામિ તથા વિજ્ઞાનસ્વરૂપ સ્વામી એ તથા રાપર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સાહેબ તથા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા તથા જીલ્લા પંચાયત ના મહીલા અને બાળ વિકાસ ના ચેરમેન ભગાભાઈ આહીર તથા રાપર તાલુકા પંચાયત ના પ્રમુખ હમીરસિહ સોઢા તથા રાપર તાલુકા પંચાયત ના સદસ્ય કાનાભાઈ દશાણી  એ  દિપ પ્રાગટ્ય કરી ને આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અને પલાસવા યુવા ટીમ દ્વારા તમામ ૧૭ ડૉકટર નુ સન્માન કર્યુ હતું