ખરેખર ખાવડા વિસ્તાર ના માલધારીઓ દિલના રાજા કહેવાય

નખત્રાણા તાલુકાના લૈયારી ગામના રહેવાસી જત અબુબકર ભાઈ ના જણાવ્યા મુજબ ખંડીર માં આવેલા ૫૦ જેટલા પ્રવાસીઓ પોતાની બાઈકો સાથે કચ્છ નો કાળો ડુંગર જોવા માટે આવ્યા હતા,બધા અલગ અલગ જગ્યાએ થી પ્રવાસીઓ કચ્છ નો કાળો ડુંગર જોવા માટે નિકળ્યા હતા,તે દરમિયાન વચ્ચે ધોરાવર ગામ આવે છે અને ધોરાવર ના રહેવાસીઓએ પ્રવાસીઓ સામે પોતાનું નામ રોશન કરી નાખ્યું હતું,ધોરાવર ગામના ગ્રામ પંચાયતના સરપંચ હાજી અલાના સાહેબે બધા કાળાં ડુંગર પર જઈ રહેલા પ્રવાસીઓને પોતાના ઘરે રોકાણ કરાવી ,પછી બધા પ્રવાસીઓને પોતાના ઘરે ચા પાણી નો નાસ્તો કરાવ્યો હતો, જેથી પ્રવાસિઓમાં ખુશીની લહેર દોડી હતી, કાળા ડુંગર પર જઈ રહેલા પ્રવાસીઓ તો જેટલા લોકો હતા એ બધાને ઉભા રાખીને ચા પાણી નાસ્તા નો પ્રોગ્રામ બનાવ્યો હતો,અને ગ્રામ પંચાયત ના સભ્ય હાજી અલાના અને તાલુકા પંચાયતના સભ્ય સમા ઉસ્માન ભાઈ એ બધા આવનાર મહેમાનોને બેસાડીને ચા પાણી પીવડાવવાની ખિદમત અંજામ આપી હતી, જેથી ખરેખર ધોરાવર ગામ નું નામ ખાવડા માં રોશન થયું

અહેવાલ, અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ