‘સંજૂ’ના ટ્રેલરમાં રણબીરે કર્યો ખુલાસો જુઓ પૂરો બનાવ
સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂનું ત્રણ મિનિટનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંજય દત્તના જીવનનું અનેક કડવું સત્ય બતાવવામાં આવ્યં છે. ટ્રેલરમાં સંજય દત્તની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર અનેક મોટા ખુલાસ કરતાં જોવા મળી રહ્યા છે.
ટ્રેલરમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં સંજય દત્ત પોતાની પત્ની માન્યતાની સાથે વકીલ સાથે વાત કરતાં જોવા મળે છે. વકીલ તેની પત્નીની સામે પૂછે છે કે અત્યાર સુધી કેટલી યુવતી સાથે તેના સેક્સ સંબંધ રહ્યા છે. ત્યારે સંજૂ કહે છે, ‘પ્રોસ્ટીટ્યૂટને પણ સાથે ગણું કે એને અલગ રાખું. ચાલો સાથે જ રાખું છે. 308 સુધી યાદ છે. ચલો સેફ્ટી માટે 350 લખી નાંખો.’
ટ્રેલર લૉંચ ઈવેન્ટમાં રણબીરને પૂછવામાં આવ્યું કે, રિયલ લાઈફમાં તે સંજય દત્ત સાથે કેટલું રિલેટ કરી શકે છે. તેના જવાબમાં રણબીરે કહ્યું કે, “આ મામલે તો હું રિયલ લાઈફમાં સંજય દત્ત કરતાં ઘણો પાછળ છું. કારણકે મારી તો 10થી પણ ઓછી ગર્લફ્રેંડ રહી છે. મને પ્રેમ કરવો ગમે છે પરંતુ હું ઠરકી નથી.” રણબીરે ખુલાસો કર્યો કે, તેને રોમેન્ટિક ફિલ્મો કરવી ગમે છે. આ ફિલ્મોમાં રોમેન્ટિક સીન કરવામાં તેને સૌથી વધારે મજા આવે છે.

સંજૂ’ના ટ્રેલરમાં સંજય દત્તની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. ટ્રેલરમાં બતાવાયું છે કે સંજય દત્તને 350 છોકરી સાથે અફેર હતા. ટ્રેલરની શરૂઆત એક ડાયલોગથી થાય છે, જેમાં સંજૂ કહે છે કે, ”આજે મારા માટે ખુશીનો દિવસ છે, કારણકે આજે મારી ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા તમારી સામે આવી છે. આટલી વેરાયટીવાળી લાઈફ તમને ક્યાં મળશે. હું દારૂડિયો છું, ડ્રગ એડિક્ટ છું પણ આતંકી નથી.”