માંડવી તાલુકાના ગઢશીસા ગામે હુશેની ચોક મધ્યે મોહરમનો તહેવાર ઉજવાયો

માંડવી તાલુકાના ગઢશીસા ગામે હુશેની ચોક મધ્યે સાદગી પૂર્વક મહોરમ નો તહેવાર ઉજવવામાં આવ્યો દરવર્ષે આસપાસ ના ગામડામાંથી ગણા બધાલોકો ગઢશીસા માં મહોરમનો તહેવાર ઉજવવા આવતા હોય છે પરંતુ હાલમાં કોરોનાકાળ ની મહામારી ને કારણે સરકાર ના ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સાદાઈથી મહોરમ ઉજવવામાં આવે તેવી ગઢશીસા તાજીયા કમિટી ના સૌ ભાઈઓ અને ગઢશીસા સુની મુસ્લિમ જમાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ આયોજન માં સબીલ અને ન્યાઝ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહોરમ માં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ તેમજ ગઢશીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ.ઝાલા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સારો એવો સ્પોટ મળ્યો હતો અને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેવું  તાજીયા કમિટીના પ્રમુખ કાસમભાઈ રાયમાએ જણાવ્યું હતું  અને કચ્છકેર ન્યુઝ સાથે ઇન્ટરવ્યૂ માં પણ જણાવ્યું હતું રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા