ભુજમાં રક્ષાબંધનના દિને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાખડી બંધાઈ

ભુજ ખાતે આજે રક્ષાબંધનના દિવસે અલગ અલગ વિસ્તારમાં એકલા અટુલા ઓને  રાખડી બાંધવાનો તેમજ બાળકોને અલ્પાહાર કરાવાયો હતો ઉપરાંત રાખડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ એકલા અટુલા રહેતા અને તેમના કાંડે રાખડી બંધાવી હતી અને તેમને મીઠું મોં કરાવ્યું હતું ભુજ શહેરની સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે આજે રક્ષાબંધન હોતા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમ દ્વારા  રાખડી બાંધી હતી આ ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શહેરના પાંચ નાકા છઠ્ઠીબારી અને ચારે રિલોકેશન સાઇટમાં એકલા રહેતાઓને રાખડી બાંધવામાં આવી હતી અને તેમને ભાવતું ભોજન પણ આપવામાં આવ્યું હતું દરમિયાન હાથ લંબાવી શકતા નથી અને માંગી શકતા નથી તેવાઓને ઘેર ટિફિન પહોંચતા કરવામાં આવ્યા દરમિયાન લાઉડ સ્પીકર બાંધેલા વાહન દ્વારા લોકોને હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી , જટુભાઈ ડુડીયા, નયન ભાઈ શુક્લ, તેમજ નર્મદાબેન ગામોટ, હેમનશુ ભાઈ અંતાણી, ઘનશ્યામભાઈ લાખાણી સહિતના લોકો જોડાયા હતા દરમિયાન બાળકો માટે ભોજન વ્યવસ્થા માટે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા તેમજ ભાવનાબેન માંકડ ભાસ્કરભાઈ માકડ તેમજ ઇલાબેન બી મહેતા  નો સહયોગ મળ્યો હતો તેમજ રાખડીઓ નર્મદા બેન ગામોટ તરફ થી આપવામાં આવી હતી તેમજ આકાશવાણીના નિવૃત્ત કર્મચારી હિંમતસિંહજી જાડેજાએ પણ સહયોગ આપ્યો હતો આજના કાર્યક્રમમાં વાહન વ્યવસ્થા વિનોદભાઈ રેલોન પરિવાર વતી વિનયભાઈ રેલોન તેમજ ભુજ નગરપાલિકા પૂર્વ નગરસેવક અને ભુજ કો.ઓ.બેંકના એમડી ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી આપવામાં આવી હતી.