ભુજ તાલુકાના નાના ભિટારા બન્ની માં પાણી ના હોવાથી ગ્રામજનોએ ખોદ્યો પાણી નો કૂવો

ભુજ તાલુકાના નાના ભિટારા બન્ની વિસ્તારમાં માલધારીઓ ની હાલત બહુ ખરાબ થતી જાય છે,એક તો વરસાદ નથી, બીજી તરફ આ સુકેલી ધરતી પર માલધારીઓ પાણી લેવા માટે દર બ દર ભટકી રહ્યા છે, માલધારી લોકો હવે દુષ્કાળ આવ્યો તેમ વિચારીને કોઈને તો પોતાના મુંગા પશુઓને પોતાનું ગામ છોડીને જ્યાં ઘાસચારાની ઉમીદ હોય જયા પાણીની સગવડ હોય ત્યાં પોતાના અબોલ પશુઓને લઈ નઈ જિંદગી પસાર કરે છે, આવા હાલાત તો કચ્છ જિલ્લા પર પર દરેક વર્ષો આવે જ છે, પણ તેનો સામનો કરી છપ્પનની છાતી ખોલીને ઊભું રહેવું એ જ કહેવાય કચ્છી માડું!
આ કચ્છની ધરતી પર રહેતા કચ્છીમાડુઓ ક્યારે તો દુષ્કાળનો સામનો કરે છે, અને ક્યારેક તો ભૂકંપ નો સામનો કરે છે, અમે 2001માં ભૂજ ને કદી નહી ભુલીએ, અને ક્યારેક તો કચ્છીમાડુ ઉપર પાણીના તંગીના હાલાત આવે છે, પણ એ સૌનું મુકાબલો કરવો એ જ કહેવાય કચ્છીમાડુ બકા! બન્ની વિસ્તાર ના ઘણા બધા માલધારીઓ પાણી વિના તરસી રહ્યા છે, ત્યારે એક ઘટના સામે આવી છે જે ખરેખર જોઈને આપણે રોવાનું સમય આવી જાય છે,જે ભિટારા ગામની છે,ભિટારા માં લોકો પોતાની જાતે મહેનત કરી જમીનમાં કુવા ખોદીને બિચારા મૂંગા અબોલ પશુઓને પાણી પીવડાવવાની ખિદમત અંજામ આપી રહ્યા છે, હજી વરસાદ વધુ ખેંચાઈ જાય તો અબોલ પશુઓની હાલત વધારે ગંભીર થઇ શકે છે, સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ નાના ભિટારા, મોટા ભિટારા, ભિટારા વાંઢ,ઘારવાંઢ આ ગામડાઓમાં દરેક વર્ષો કોઈ ન કોઈ સમસ્યાઓ તો હોય જ છે, દર વર્ષે બન્ની વિસ્તારના આ ગામડાઓમાં આવી કફોડી હાલત થાય છે જેના લીધે માલધારીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ જાય છે, તો આ સમયમાં ગયા વર્ષે દુષ્કાળની હાલત યાદ આવતા બન્ની વિસ્તારના માલધારીઓ અને પોતાની જાનમાલ થી વધારે આ મુંગા અબોલ પશુઓની ચિંતા કરી રહ્યા છે.
નખત્રાણા તાલુકાના લૈયારી લૈયારી ગામના રહેવાસી જત અબુબકર ભાઈ ના માધ્યમથી શ્રી સરકાર ને એ જ રજૂઆત કરવામાં આવે છે કે આ વર્ષે વરસાદ ખેંચાઇ જતાં અમારા બન્ની વિસ્તારના માલધારીઓની હાલત બહુંક કફોડી થતી જાય છે, હવે તે પોતાનું પેટ પાડે કે પોતાના ઘર ચલાવે કે પોતાના મુંગા અબોલ પશુઓની જાન બચાવી શકે, કારણ કે બન્ની વિસ્તારમાં માલધારીઓનું ગુજરાન આ અબોલ પશુઓ પર હોય છે, અત્યારે વરસાદ નથી પાણી ક્યાં હશે? અત્યારે વરસાદ નથી તો ઘાસચારા ધરતી પર ક્યાં ઉગશે? તે માટે આ આ બન્ની વિસ્તારના માલધારીઓ ના અબોલ પશુઓની જિંદગી બચી શકે તેવી કોઈ ઘાસચારા ની વ્યવસ્થા શરૂ કરે
રિપોર્ટર અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ