ભુજ શહેરના હંગામી આવાસમાં એક મહિલાએ આગ ચાંપી આપઘાતનો પ્રયાસ કર્યો.
તા : ૩.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરના ભીડ નાકા સોનેતા હોટેલ પછાળ રહેતા સચિન બાબુલાલ ચારણ અને રાજુ બાબુલાલ ચારણએ હેતલબેન સચિન બાબુલાલ ચારણની બહેન ઉપર ખોટા શક વહેમ રાખી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદ કરતા હતા. હેતલબેનની બહેનથી સહન નહિ થતાં જીઆઇડીસી હંગામી આવાસ ઝૂપડા પાસે જાતેથી કેરોસીન છાંટી આગ ચાંપી દાજી ગયા હતા. જેની ફરિયાદ ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.