ભુજમાં ખારીનદીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલા અજ્ઞાત વૃદ્ધનું મૃતદેહ મળ્યો .
ભુજમાં તા. 13 : ભુજ શહેરમાં ખારીનદીના પાણીમાં ડૂબી જવાથી એક આધેડ મૃત્યુ પામેલા આશરે ૪૦ વર્ષની વયના અજાણ્યા શખ્સનું મૃતદેહ મળી આવેલ છે. આ હતભાગીની ઓળખ આજે સાંજ સુધી થઈ શકી નથી. ખારીનદીના પાણીમાં તરી રહેલા આ મૃતદેહ જોવા મળ્યા પછી આ બનાવ વિશે પોલીસ ને જાણ મળતા એ ડિવિઝન મથકની ટિમ બપોરે સ્થાનિકે ઘસી ગઈ હતી. જાગૃત અને સેવાભાવી લોકોને ઊંડા પાણીમાં તરી રહેલા મૃતદેહને દોરડા વડે મહેનતપૂર્વક બહાર કાઢ્યો હતો. લાશ ને પોસ્ટમોર્ટન માટે જનરલ હોસ્પિટલે લઈ જવાઈ હતી. મરનારનું મૃત્યુ ખારીનદીમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી થયાનું સામે આવ્યું હતું . મૃતકની ઓળખ હજુ ન થતાં આ બનાવ અકસ્માત છે. કે આપઘાત તે બહાર આવ્યું નથી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.