મીરજાપરના ત્રણ રસ્તા ઉપર તીનપતિનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા.
ભુજ તા. ૧૩ : શહેરના પાદરમાં આવેલા તાલુકાનાં મીરજાપર ગામ પાસે ત્રણ રસ્તા ખાતે ગંજીપાના વડે તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોની રોકડા રૂ. ૨૭૧૦ /- અને ચાર મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી સ્થાનિક એ ડિવિઝન પોલીસે તેમની સામે ગુન્હો દાખલ કર્યો હતો. પોલીસને જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે થયેલી આ કાર્યવાહીમાં મીરજાપરના જુબેદ મામદ નોડે , નાગિયારીના સલિમ મોહમદરહીમ બાફણ , કોડકી ગંગાજીના હનીફ ખમીશા મેર , નાગિયારી ફોટડી રોડના ઈમરાન ઇબ્રાહિમ બાફણ અને સુખપરના રવજી રામજી હિરાણીને જુગાર રમવાના આરોપસર ઝડપાયા હતા. આરોપી પાસેથી કુલ રૂ. ૭૦૧૦ /- મુદ્દામાલ કબ્જે કરાઇ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.