રાપરમાથી પણ બાળકોના અપહરણની વાત થી અરેરાટી મચી ગઈ હતી.
ગાંધીધામ તા. ૧૩ : કચ્છના રામણીયા ,માધાપર વગેરેમાં બાળક ઉઠાવતી ટુકડીના માણસો સમજીને અમુક લોકોને ઝૂડી નખાયા બાદ આજે રાપરમાંથી બાળકના અપહરણની બાતમી મળતા અરેરાટી મચી ગઈ હતી પરંતુ આ વાત કેટલી સાચી છે તેની પોલીસ છાનવીન કરી રહી છે. કચ્છ માં હાલમાજ અજરખ-પુરના બનાવ પછી બાળકો ઉઠાવતી ટિમ ઉતરી આવી હોવાની ખબર સોસિયલ મીડિયામાં છવાયી છે, જેના પગલે માધાપર , રામણીયા વગેરેમાં અમુક લોકો કુટાઈ ગયા હતા. આવામાં રાપરના નવાપરા જગ્યામાથી એક દેવીપૂજક બાળક લાપતા થતાં તેના પરિવારજનોએ તેની શોધ કરતા હતા પરંતુ રાત સુધી તેની કઈ જાણ ના થતાં ૧૦૦ થી ૧૫૦ લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું હાલમાં આ અંગે પોલીસ સ્ટેશનએ ગુમનોધ કે કોઈ ફરિયાદ થઈ નથી તેમજ રાપર પી. આઈ . આર .એલ રાઠોડનો સંપર્ક કરવા છતાં તેમનો સંપર્ક થઈ શકયો નથી , જેના કારણે વધુ વિગતો બહાર આવી શકી નથી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.