ભુજમાં ડિશ એન્ટેના ફેરવી નાખવાના બાબતે છરી વડે મહિલા પર કર્યો હુમલો
ભુજમાં તા. ૧૩ : શહેરમાં જૂની રાવલવાડી વિસ્તાર માં પાણીના ટાંકા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ખાતે ડિશ એન્ટેના ફેરવી નાખવાના મુદ્દે ઠપકો આપવાના મુદ્દે આરોપી છરી વડે થયેલા હુમલામાં પ્રેમિલા બેન વિનોદભાઈ રાજગોર ( ઉ. વ. ૫૦ ) નામના મહિલા જખમી થયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ ગત મદ્યરાત્રિએ થયેલા આ હુમલામાં પ્રેમિલાબેનને ડાબા હાથે છરીની ઇજા થઈ હતી. તેમને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર તરીકે આ મહિલાના ઘરના ઉપરના ભાગે રહેતા કિર્તિભાઈ શાહનું નામ પોલીસ સામે આવ્યું છે. તમારા છોકરાઓએ અમારી ડિશ એન્ટેનાનો કેમેરો ફેરવી નાખ્યો હોવાથી આમરું ટીવી આખો દિવસ બંદ રહ્યું છે. તેવું કહી આ વિશે પ્રેમિલાબેને ઠપકો આપતા બોલાચાલી વધી જતાં આ હુમલો થયો હતો. તેમ પોલીસ સમક્ષ લખાવમાં આવ્યું હતું .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.