ગાંધીધામ માં જુગાર રમતા ૯ ઇસમો ઝડપાયા.
ગાંધીધામ તા. ૧૩ : શહેરના કાર્ગો બાપસીતારામ નગર વિસ્તારમાં જુગાર રમતા ૯ ઇસમો ઝડપાયા એલ.સી .બી.એ રોકડા રૂ. ૨૭. ૪૦૦ /- જપ્ત કર્યા હતા. કાર્ગો બાપસીતારામ નગર વિસ્તારમાં પ્રતાપ ખોડા રાઠોડના મકાનની નજીક પતા રમતા પ્રતાપ ખોડા રાઠોડ ,વિશન મેરા દાફડા , નાગર માનાભાઇ મકવાણા , રમેશ હીરા ચૌહાણ , કાદર દાઉદ કુંભાર , મુસ્તુફા ઈમામશા દીવાન ,સુરેશ છગનલાલ ઠક્કર, હસમુખ જેઠાલાલ ઠક્કર અને અરવિંદ વાલજી ઠક્કર નામના ઇસમોને પોલીસે દબોચી લીધા હતા. ખુલ્લામાં જુગાર રમતા આ ઇસમો પાસેથી રોકડા રૂ. ૨૦, ૪૦૦ /- હસ્તગત કરાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.