ભુજમાં ગેસ્ટહાઉસમાં નિદ્રાધીન ખાવડાના યુવાન પર લેતીદેતીના બાબતે ૨ શખ્સોએ ઘાતક હુમલો કર્યો.
ભુજ, તા, ૧ : શહેરમાં ભીડનાકા વિસ્તારમાં પુનમ ગેસ્ટ હાઉસમાં નિદ્રાધીન ખાવડાના ભિલાલ ઇબ્રાહિમ કુંભાર (ઉ.વ. ૩૬ )પર રૂ. ની લેતીદેતીના બાબતે ધોરાવરના ઈલીયાસ સમા અને તુગાના વાહિદ સમાએ લોખંડના પાઇપ અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. ભોગ બનનારે લખાવેલી વિગતોને ધ્યાનમાં રાખીને પોલીસે સાધનોએ જણાવ્યુ હતું કે, ગત રાત્રે સાડા નવ વાગ્યાના સમયે આ હુમલો થયો હતો. ભોગ બનનાર ગેસ્ટહાઉસમાં નિદ્રાધીન હતો ત્યારે બંને શખ્સોએ ગાળાગાળી સાથે આ હુમલો કર્યો હતો. ભિલાલને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.