ગાંધીધામમાં જુગારનો ખેલ રમતા ૧૩ શખ્સોને દરોડો પડતાં પોલીસ સકંજામાં .
ગાંધીધામ, તા.૧ : શહેરના જી.આઈ.ડી.સી.એ.વી. જોશી ઝૂંપડાં વિસ્તરમાં ધાણીપાસા વડે જુગારનો શોખ પૂરો કરતાં ૧૩ શખ્સોની પોલીસે અટક કરી હતી. આ શખ્સો પાસેથી રૂ. ૧,૨૯ ,૮૫૦ /-ની માલમતા કબ્જે કરવામાં આવી હતી. શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે બપોરે પોલીસ ત્રાટકી હતી. અહીના એ.વી. જોશી ઝૂંપડા વિસ્તારમાં ખુલ્લામાં ધાણીપાસા વડે જુમટું ખેલતા નારાણ ખીમજી મહેશ્વરી , બબા બાબુ પરમાર, જખું રામજી મહેશ્વરી , અરજણ રઘા ચાવડા ,નારણ ભચા મહેશ્વરી ,શંભુ જેસંગ ગોહિલ ,માલા આસા રબારી, શંકર ડાયા ચાવડા,ધનજી થાવર પાતારિયા ,મહેશ પાંચા ભરવાડ, સામત જોગા પરમાર ,નથુ વેરા ગોહિલ અને દિનેશ ગેલા ભરવાડ નામના શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ખુલ્લામાં જુમટું રમી પોતાનો શોખ પૂરા પાડતા આ ખેલીઓ પાસેથી રોકડા રૂ. ૪૨૫૦ ,૧૧ મોબાઈલ અને ૪ વાહન આમ કુલ રૂ. ૧,૨૯,૮૫૦ ની માલમતા હસ્તગત કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.