કંદલાની પાન મસાલા કંપની પર આઈટીની તપાસ.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ રોઝ ગ્રુપના 18 પ્રતિષ્ઠાનો પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ઇન્ફ્રા અને તમાકુ મેન્યુફેક્ચરિંગ કંપની તેમજ શ્રી આદિત્ય હોમ્સ પ્રા. લી. કોહિનૂર ઇન્ફ્રા નો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આરઆર ગ્રુપની કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી પાન મસાલાની પેઢીની દસ્તાવેજી તપાસ પણ કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક બીદાર અને કંદલામાં થયેલી આ તપાસમાં ફુલ્લ દોઢ કરોડ જેટલી રોકડ સીઝ કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા થઈ શક્યો ન હતો. પરંતુ આતપાસ કાર્યવાહીમાં સ્થાનિક ઇન્કમટેક્સ વિભાગના વીંગ ની મદદ લેવાઈ હોવાનું જાણવા મળે છે.