અબડાસા તાલુકાનાં ખીરસરા કોઠારા ગામ મધ્યે ઓરી રૂબેલા ની રસી લીધા બાદ 13 વર્ષીય બાળાનું પાંચમાં દિવસે મૃત્યુ

અબડાસા તાલુકાનાં ખીરસરા કોઠારા ગામ મધ્યે ધોરણ 8 માં ભણતી 13 વર્ષ ની ડીમ્પલ દેવજીભાઇ મહેશ્વરી નામની બાળાનું ઓરી રૂબેલા ની રસી લીધાના 5 માં દિવસે શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. કોઠારાની બાળાએ સરકારી શાળામાં રસીકરણ નું જે આયોજન કરાયું હતું. જેમાં તેને ઓરી – રૂબેલાની જે રસી આપવામાં આવી હતી રસી લીધા બાદ આ બાળાની અચાનક તબિયત બગડતાં તેને ઊલટીઓ થવા માંડી હતી. આની જાણ તેના પરિવારજનો ને કરાતા તેના પરિવાર દ્વારા તેને ઘરે લઈ ગયા હતા ત્યાં તેની તબિયત વધુ બગડતા તાત્કાલિક 108 ને બોલાવામાં આવી હતી. જેને સારવાર માટે નાલિયાની સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 5 માં દિવસે મૃત્યુ નિપજિયું હતું.