કચ્છ જિલ્લાની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધ માટે કરાઇ અપીલ

આપણાં કચ્છ જિલ્લાની અંદર વિવિધ જગ્યાએ ચીજ વસ્તુઓ લાવવા કે લઈ જવા માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે તથા કોઈ સારા પ્રસંગે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે બીજી વાર તેનો ઉપયોગ ન કરાતા તેને કચરામાં ફેકી દેવામાં આવે છે. ત્યાર બાદ ગૌ માતા તે પ્લાસ્ટિક ખાય છે અને આ પ્લાસ્ટિક ખાવા બાદ કેટલીક વાર તે ગાયો બીમારીનો ભોગ બને છે જેના કારણે કયારેક તેમનું મૃત્યુ પર થાય છે આ ઘટના ને અટકાવવા માટે બાપા સીતારામ ટ્રસ્ટ કચ્છના સ્થાપક એવા કે.ડી. જાડેજા દ્વારા માંગ કરવામાં આવી હતી જેમાં તેમના સાથે મોટી સંખ્યામાં લોક પ્રદર્શન કરાયો હતો. તેમના દ્વારા એ પણ માંગ કરવામાં આવી કે જયારે બીજા રાજ્યોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તો આપના ગુજરાત રાજ્ય માં શા માટે નહીં.