પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પુર્વ-કચ્છ ગાંધીધામનાઓએ પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી ડી.એમ ઝાલા સાહેબ, રાપર સર્કલ રાપરનાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલ નાઓને મળેલ બાતમી આધારે ટ્રેઇલર નંબર PB-૦૭-AS-5327 વાડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડી ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ-
- બ્લેન્ડર પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ 750 એમ એલ ની એક બોટલની કિંમત રૂપિયા 945 લેખે બોટલ નંગ ૨૦૪ કિં.રૂ.૧,૯૨,૭૮૦/-
- રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ પંજાબ 750 એમ એલ ની એક બોટલની કિંમત રૂપિયા 520 લેખે બોટલ નંગ ૩૬૦ કિં.રૂ. ૧,૮૭,૨૦૦/-
- મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ 750 એમ એલ ની એક બોટલની કિંમત રૂપિયા 375 લેખે બોટલ નંગ ૩૬૦ કિં.રૂ. ૧,૩૫,૦૦૦/-
- મોબાઈલ ફોન નંગ-એક કિં.રૂ. ૫૦૦૦/-
- ચોખાના કટ્ટા નંગ 620 કિં.રૂ. ૧૦,૮૬,૫૫૦/-
- ટ્રેઇલર નં.PB-૦૭-AS-૫૩૨૭ કિં.રૂ. ૨૦,૦૦,૦૦૦/-
- કુલ બોટલ નંગ ૯૨૪ કિં.રૂ. ૩૬,૦૬,૫૩૦/-
પકડાયેલ આરોપી
ગુરસાહિબસિંઘ બક્ષિસસિંઘ ઉંમર વર્ષ ૩૦ ધંધો ડ્રાઈવીગ રહે ગામ ભોજોકે તાલુકો પટ્ટી જિલ્લો તરનતારન પંજાબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી। રાવલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ વિરમભાઈ તથા ગાંડાભાઇ અણદાભાઈ તથા કાંન્તિસિંહ ઓખાજી તથા સંજયકુમાર અણદાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતજી વદનજી તથા વિજયસિંહ સહદેવસિંહ તથા દલપતસિંહ પિરાજી તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ નિકુલકુમાર ભુપતાજી વગેરેનાઓએ કરેલ