આધાર પુરાવા વગરના ઘઉંના જથ્થાની બોરી નંગ-220 કિંમત રૂપિયા 1,30,900/- સાથે એક ઈસમને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ મિલકત સંબંધી તથા વાહન ચોરીના બનાવો રોકવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી પી એન ઝીંઝુવાડીયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે ગાંધીધામ જોન પાસે એક ટ્રક નંબર જીજે 12 એ ઝેડ 3895 વાળીમાં આધાર પુરાવા વગરના ઘઉં બોરી નંગ 220 કિંમત રૂપિયા 1,30,000/- સાથે એક ઇસમને પકડી પાડી મજકુર ઈસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનું નામ-
હરેશકુમાર નાથાલાલ વડેચા (દેવીપુજક) ઉંમર વર્ષ 40 રહે સોનલનગર ભાનુભવનની બાજુમાં ભારતનગર ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલ-
( 1 ) ઘઉં બોરી નંગ-220 કિં.રૂ.1,30,000/-
( 2 ) ટ્રક નંબર gj 12 az 3895 કિંમત રૂપિયા 4,00,000/-
( 3 ) મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 5000/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 5,35,900/-
ઉપરોક્ત કામગીરીમાં શ્રી પી એન ઝીંઝુવાડીયા પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફનાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે