દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો


અસલાલી ગોડાઉનમાંથી પકડાયેલા 29.72 લાખ રૂપિયાના વિદેશી દારૂની 11052 બોટલો મોકલનાર અને અન્ય સાત કેસના ગુનામાં સંડોવાયેલ ઇસમોને અસલાલી પોલીસે તેના વતન રાજસ્થાનમાંથી ઝડપી પાડી અસલાલી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા કુલ 8 પોહીબેશનના ગુનાઓની કબૂલાત કરી.
આ અંગે માહિતી આપતા અસલાલી પીઆઈ બી.ડી.ઝીલરીયાએ જણાવ્યું કે અસલાલીના એક ગોડાઉનમાંથી રૂપિયા 29,72,400ના વિદેશી દારૂની 11052 બોટલોનો વિપુલ જથ્થા સાથે ચાર ઇસમો ઝડપાયા પરંતુ ગોવાથી દારૂનો જથ્થો મોકલનારને મદદ કરનાર અને ગોવાથી દારૂ મોકલનાર કોણ છે તે જાણનાર મૂળ રાજસ્થાનનો અશોક બિશ્નોઈ વોન્ટેડ તેમજ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં સંડોવાયેલ. અશોક બીશ્નોઈ માત્ર વોટ્સએપ કોલ વાપરતો અને અવાર-નવાર ગોવા જતો આથી અસલાલી પોલીસે વોન્ટેડ ઇસમ અશોક બિશ્નોઈને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી તજવીજ હાથ ધરી.
તપાસ દરમિયાન ટીમને અસલાલી પોલીસને પાક્કી બાતમી મળી કે અશોક બિશ્નોઈ હાલ પોતાના વતન રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના સાગવડા ગામમાં આવેલો છે. જેથી અસલાલી પોલીસની એક ટીમ રાજસ્થાન તેના ઘેર પહોંચી. પોલીસની ગાડી આવતા જોઈ તે ઘરની પાછળથી ખુલ્લા ખેતરમાં ભાગવા લાગેલ પરંતુ અસલાલી પોલીસે પીછો કરી તેને પકડી પાડી અસલાલી પોલીસ સ્ટેશન લઈ આવી પૂછપરછ કરી. આરોપીની પૂછપરછ કરતા ગુજરાતના અલગ અલગ 8 પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલ્યું.