દાહોદ ગરબાડા હાઇવે પર ઇકો કાર અને સ્વીફ્ટ ટકરાતાં બેના મોત, ચાર ઇજાગ્રસ્ત


દાહોદ ગરબાડા હાઇવે પર થયો અકસ્માત.. જેમાં બે વ્યકિતના મોત નીપજ્યા જ્યારે ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી. પોલીસે આગવી તજવીજ હાથ ધરી. દાહોદ ગરબાડા હાઇવે પર ખરજ ગામની નજીક એક ઇકો કાર અને સ્વીફ્ટ ડિઝાયર કાર સામ સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા જ્યારે મહિલા સહિત ચારને ઇજા થઇ. ઇકો કારનો ચાલક પણ ઇજાગ્રસ્ત ત્યારે મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા. ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ધસી આવ્યા હતા તેમજ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી. અકસ્માતમાં બંન્ને વાહનોને પણ મસ મોટું નુક્સાન થયુ.