પોલીસ દ્વારા કરેલ દરડામાં મોટા પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

આંકલાવ પોલીસે દેશી દારૂ માટે કુખ્યાત ભેટાસી ગામમાં વિવિધ ટીમો બનાવી છાપો મારી દારૂની ભઠ્ઠીઓ ઝડપી 4800 લીટર ઠંડો વોશ, 1500 ગરમ વોશ અને 215લીટર દેશી દારૂ મળી કુલ રૂ.35800નો મુદ્દામાલ કબ્જે કર્યો.
આંકલાવ પોલીસની ટીમે ભેગાસી ગામમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ ઉપર છાપો માર્યો ત્યારે વિમળાબેન ગુલાબભાઈ, પીન્ટુભાઈ ચંદુભાઈ, રમેશ રાવજીભાઈ, રૂપસિંગ ઉર્ફે રમેશ રાવજીભાઈ, સન્નીબેન કાળુભાઈ, મીનાબેન રૂપાભાઈ, રૂપાભાઈ ફકીરભાઈ અને રાજુભાઈ માવજીભાઈ તમામ તળપદાને ઝડપી પાડ્યા. પોલીસે દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઉપરથી1500 લીટર ગરમ વોશ,4800 લીટર ઠંડો વોશ, દેશી દારૂ 215લીટર ઉપરાંત પીપળા અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ35800નો મુદ્દામાલ કબ્જે કર્યો.
