ખાવડા મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ખાવડા તારીખ 17-08-2018 ના રોજ આજે સરહદી પચ્છમ વિસ્તારના ખાવડા C.H.C. ખાતે પચ્છમ વિસ્તારના શિક્ષિત યુવાનો એ બનાવેલ “પચ્છમ યુવા એકતા બ્લડ ગ્રૂપ” ના માધ્યમ થી ખાવડા C.H.C. ખાતે બ્લડ ડોનેશન નું કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં પચ્છમ વિસ્તારના શિક્ષિત યુવાનો અને એમની ટીમે સવારના 10:30 થી બપોરે 1:30 કલાક સુધી 26250 સી.સી. બ્લડ એકત્રીત થયો હતો આ વિસ્તારના ગરીબ અને અ શિક્ષિત દર્દીઓને જીલ્લા મથક ભુજ ખાતે લોહીની જરૂરિયાત વખતે તકલીફ પડતી હોય છે. તે ધ્યાનમાં લઈ આ યુવાનેએ સેવાભાવી કામ કરવાનું વિચાર આવ્યો હતો. એ બાબતે ધ્યાનમાં લઈ એકતા ગ્રૂપ માધાપર તથા જી.કે. જનરલ હોસ્પિટલ નું સંપર્ક કરીને ત્યાના ડોક્ટર વસીમ અને તેમની ટીમને બોલાવીને ખાવડા C.H.C. ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *