રેહા ગામની સીમ વિસ્તારમાંથી ધાણીપાસાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આરોથલીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ – ભુજ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબ નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ , ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી તથા જુગારની અસરકારક કામગીરી કરવા સુચના અનુસંધાને આજ રોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કોટડા ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ . મહેન્દ્રસિંહ વી . જાડેજા તથા તેઓની ટીમને હકીકત મળેલ કે , નાનારેહા – જદુરા ચાર રસ્તા પર આવેલ ઓમ બન્ના ટી – હાઉસ પાછળ આવેલ બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ભેગા મળી ધાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે બનાવ વાળી જગ્યાએ વર્કઆઉટ કરી નિચે મુજબના આરોપીઓને પકડી પાડી પધ્ધર પોલીસ સ્ટેશન લઇ જઇ તમામ આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપીઓ : ( ૧ ) જુણસ સુલેમાન કુંભાર ઉ.વ ૪૮ રહે લાલટેકરી ભાવેશ્વર નગર ભુજ ( ૨ ) રાજમલજી સગતાજી સોઢા ઉ.વ ૩૩ રહે મોટા રેહા તા.ભુજ ( ૩ ) રમેશભાઇ ખિમજીભાઇ મારવાડા ઉ.વ ૩૦ રહે કોટડા તા.ભુજ ( ૪ ) રોનકભાઇ દિનેશભાઇ સોલંકી ઉ.વ ૨૫ રહે મોટા રેહા તા.ભુજ ( ૫ ) મહેશ ઉર્ફે મહેશોજી રાણુભા જાડેજા ઉ.વ ૩૩ રહે મોટા રેહા તા.ભુજ ( ૬ ) ભુરૂભા જીલુભા જાડેજા રહે નાના રેહા તા – ભુજ ( વોન્ટેડ ) મુદ્દામાલ : ( ૧ ) રોકડા રૂપીયા – ૧૪,૮૦૦ / ( ૨ ) ધાણીપાસા જોડ -૦૧ કિ . રૂ . ૦૦ / ( ૩ ) મોબાઈલ નં .૦૪ કિ.રૂ. ૧૫,૫૦૦ / રૂ .૫૦,૩૦૦ / – નો ( ૪ ) હોન્ડા કંપનીનું એક્ટીવા મોડલનું મોટર સાયકલ કિ.રૂ .૨૦,૦૦૦ / એમ કુલ કિ . મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે . કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓ આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ . વી.બી.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ.મહેન્દ્રસિંહ વી.જાડેજા તથા પો.હેડ કોન્સ . દિવ્યરાજસિંહ આર . જાડેજા તથા પો.કોન્સ.ભાવેશભાઇ એમ . પરમાર તથા પો.કોન્સ.સંજયભાઇ આર . રબારી તથા વુમન પો.કોન્સ . કિરણબેન આર . બાટવા તથા હોમગાર્ડ તરૂણભાઇ આહીર જોડાયેલ હતા .