વરસાદની આગાહીથી કચ્છના ગામડાઓમાં વિવિધ ડેમો તેમજ તડાઓ ઓગની ગયા

WhatsApp-Image-2022-07-12-at-9.39.48-AM

કેરા તા, ભુજ હાલમાં જ્યારે ચારે બાજુ મેધરાજાએ મહેર કરી છે કચ્છ ગુજરાત આગાઇ અનુસાર ક્યાંક ઓછો તો ક્યાંક અતિભારે વરસાદ નોંધાયો હતો ક્યાંક નદી નાળા તળાવો ચેક ડેમો ઓવર ફલો થયા હતા કેરા કુંદનપુર મદયે આવેલ નાગમતી નદી 2 દિવસ થી સતાસ ઓછી વધુ વહેતી થઈ હતી અને વરચે આવતા ચેક ડેમો ઓવરફ્લો થયા હતા તો બીજી બાજુ ખત્રી તળાવ પણ ઓગની ગયો હતો તો ગાજોડ ડેમ માં પણ 6 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ હતી તો બીજી બાજુ મુન્દ્રા તા, કાનો બાબિયાં(સુરાઇ)ડેમ પણ ઓવરફ્લો થયો હતો ચારે બાજુ હરિયાળી છવાતા અને વાતાવરણ માં ઠંડક પ્રસરતા ખેડૂતો, માલધારીઓ તેમજ લોકો માં ખુશી ની લાગણી પ્રસરી હતી

રિપોર્ટ બાય, રવિલાલ હિરાણી કેરા