આરોપીને કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડતી બી ડિવિઝન પોલીસ
સાહેબ શ્રી કિરીટસિંહ જીલુભા જાડેજા એ એસ આઈ ને પી એસ ઓ તરફથી વર્ધી મળેલ કે જી આઇ ડી સી હંગામી આવાસ હનુમાનજી મંદિર પાસે એક ઇસમ કેફી પીણું પિધેલ હાલતમાં ફરે છે જેથી સદર જગ્યાએ જઈ જોતા એક ઇસમ લથડીયા ખાતી હાલતમાં જોવામાં આવેલ જે ઇસમે કેફી પીણું પીધેલ જણાઈ આવેલ જેથી ઇસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ હર્ષદ પ્રતાપભાઈ ગજરા ઉંમર વર્ષ 35 રહે જી આઇ ડી સી હંગામી આવાસ હનુમાનજીના મંદિર સામે ભુજ વાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ મજકુર ઇસમના મોઢામાંથી કેફી પીણું પીધેલાની તીવ્રવાસ આવતી હોઇ અને મજકુર ઇસમની આંખો જોતા નશા તળે લાલધૂમ જોવામાં આવેલ અને મજકુર ઇસમને હલાવી-ચલાવી જોતા તેઓ પોતાના શરીરનું સમતોલપણું જાળવી સકતા ન હતા જેથી મજકુર ઇસમની પાસે જાહેરમાં કેફી પીણું પીવા સબબ પાસ પરમિટની માંગણી કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા કોઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવેલ ન હોય જેથી મજકુરની અટક કરેલ
જેથી હર્ષદ પ્રતાપભાઈ ગજરા ઉંમર વર્ષ 35 રહે જી આઇ ડી સી હંગામી આવાસ હનુમાનજીના મંદિર સામે ભુજ વાળો જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવેલ હોઇ જેથી તેના સામે પ્રોહિ. એક્ટ કલમ 66 (1) બી મુજબ ધોરણસર ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
