કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાવિંગ કરતા આરોપીને પકડી પાડતી સીટી ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ જલાભાઈ માંગુડા તથા એ.એસ.આઇ પુનશીભાઈ એસ મહેશ્વરી એ રીતેના સીટી ટ્રાફિક શાખા ભુજના માણસો ભુજ શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરી અંગે સરકારી મોટર સાયકલ પી-268 થી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભુજ આર ટી ઓ કચેરીના ગેટની સામે જાહેર રોડ પર આવતા એક મોટર સાયકલનો ચાલક પોતાના કબજાની મોટર સાયકલ ચલાવીને માધાપર તરફના રોડ પરથી આવતો હોઇ જે મોટર સાયકલનો ચાલક શંકાસ્પદ લાગતા સરકારી મોટર સાયકલ ઉભુ રાખી નીચે ઉતરી મોટર સાયકલ ચાલકને રોકી તેની પૂછપરછ કરતા તેના મોઢામાંથી કેફી પીણું પીધેલાની તીવ્રવાસ આવતી હોય જેથી મોટર સાયકલ ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ પ્રકાશભાઈ નારણભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 30 રહે મડદપીરની દરગાહ પાસે પ્રયાસ મોલની પાછળ, માંડવી, જિલ્લો કચ્છ ભુજ વાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ તેમજ મજકુરને હલાવી ચલાવી જોતા પોતે પોતાના શરીરનું સમતોલન પણું જાળવી શકતો ન હોય અને અસ્થિર ચાલતો હોય જેથી તેના પાસે કેફી પીણું પીવા અંગે પાસ પરમીટ કે આધાર તેમજ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો રજૂ કરવાનું જણાવતા પોતાની પાસે એવી કોઈ પાસ પરમીટ કે આધાર તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોવાનું જણાવેલ તેમજ મજકુરના કબ્જાની મોટર સાયકલ જોતા બજાજ કંપનીનું ડીસ્કવર કાળા કલરનું લાલ પટ્ટાવાળું જેના રજીસ્ટર નંબર GJ-12-DK-5258 વાળા હોય જે બજાજ ડિસ્કવર મોટર સાયકલ તેમજ મજબૂરની અંગ ઝડતી માંથી કોઈ પ્રોહી. મુદ્દામાલ કે અન્ય ગુનાહિત ચીજવસ્તુ મળી આવેલ નથી તથા મજકુરના કબ્જાના બજાજ ડિસ્કવર મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-12-DK-5258 વાળીની કિંમત રૂપિયા 25,000/- આશરે ગણી કબ્જે કરેલ
જેથી ઉપરોક્ત મજકુર પ્રકાશભાઈ નારણભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 30 રહે મડદપીરની દરગાહ પાસે, પ્રયાસ મોલની પાછળ, માંડવી જિલ્લો કચ્છ ભુજવાળાએ પોતાના કબ્જાનું બજાજ ડિસ્કવર મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-12-DK-5258 કિંમત રૂપિયા 25,000/- આશરે વાળુ વગર પાસ પરમીટ કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ચલાવી મળી આવી પકડાઈ જઈ પ્રોહીબીશન એક્ટ કલમ 66(1)બી તથા એમ.વી.એક્ટ કલમ 185,3,181 મુજબ ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી.