ભુજના વિસ્તારોમાં ગટર તેમજ વિવિધ સમસ્યાઓ થી લોકો બન્યા ત્રસ્ત જુઓ વિશેષ અહેવાલ.

ભુજ શહેરના નવી ઉમેદનગર વિસ્તાર તેમજ શિવકૃપા નગરમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણીની સમસ્યા સતાવી રહી છે આ બાબતે નવી ઉમેદ નગર વિસ્તારના રહેવાસીઓ તેમજ શિવકૃપા નગરના રહેવાસીઓ દ્વારા જણાવાયું હતું કે આ સમસ્યા બાબતે અમારા વિસ્તારમાં લાગતા વળગતાઓ દ્વારા કોઈયાજ ધ્યાન આપવામાં નથી આવતું તો હાલે વરસાદની સીઝનમાં અહી ગટરના પાણી ની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠયા છીએ આ ભરાયેલ ગટરના પાણીથી કોઈ રોગ ચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો આ વિસ્તારના રહેવાસીઓમાં ઉઠવા પામ્યા હતા તો વાહન ચલાવવામાં પણ મુશ્કેલી વેઠવવી પડે છે તો તેજ હાલત ભુજમાં શિવકૃપા નગરની છે આ વરસાદની શરૂઆત થતાની સાથે ભુજ ના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી તેમજ અનેક જુદી જુદી સમસ્યાઓ નો સામનો લોકોને કરવો પડતો હોય છે ત્યારે આ બાબતે અનેક વિસ્તારના રહેવાસીઓ દ્વારા વિવિધ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે પરંતુ આજદિન સુધી ભુજ નગરપાલિકા દ્વારા કોઇયજ ધ્યાન આપવામાં આવ્યું નથી ત્યારે આવા વિસ્તારના રહેવાસીઓ દ્વારા આક્રોશ સાથે જણાવાયું હતું કે હવે તો ભુજ નગરપાલિકા ને રજૂઆત કરવાનો કોઈ ફાયદો નથી. કેમ કે ભુજ નગરપાલિકા તો નિષ્ફળ જ છે તો ભુજના ધારાસભ્ય પણ છેલ્લા 10 વર્ષ થી નિષ્ફળ જ નીવળ્યા છે અને હવે જો રજૂઆત કરવી તો કોને કરવી તેવા સવાલો વિસ્તારના રહેવાસીઓમાં ઉઠવા પામ્યા છે  તો પ્રમુખ શ્રી ખુદના વિસ્તાર ક્રિષ્ના પાર્કમાં પણ તેજ પરિસ્થિતિ સર્જાઈ છે તેમ છતાં પણ તેમના પેટનું પાણી હાલતું નથી માત્ર ને માત્ર વતોજ કરવામાં આવે છે અને કાગળો ઉપર વાયદાઓ કરવામાં આવે છે તેના સિવાય ભુજ નગરપાલિકા કોઇયાજ કામ કરતી નથી તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે કોઈ ઉપર લેવલના લાગતા વળગતા અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લોકોની માંગ પૂરી કરવામાં આવે તેવી ભુજ ના રહેવાસીઓ ની માંગ ઉઠવા પામી છે.