અજાણ્યા ઇસમે ઘરની અંદર પ્રવેશ કરી રૂપિયા 8400/- ની મતાની કોઈ અજાણ્યાએ ચોરી કરી..

રાત્રીના સૌ પરીવારજનો સૂઈ ગયેલ ત્યારે ફરિયાદીના મોટા ભાઈ પોતાની નોકરી ઉપર ટ્રક જિલ્લા બહાર જવાનું હોય જેથી તે પોતાનો થેલો જેમાં એક પાકીટ તેના તમામ ડોક્યુમેન્ટ તથા રોકડા રૂપિયા 700/- રાખી તથા એક એમ આઈ કંપનીનો એન્ડ્રોઇડ ફોન જેના આઈ એમ ઈ આઈ નંબર- ૮૬૬૭૦૦૦૪૧૮૪૯૧૮૧ તથા બીજા આઈ એમ ઈ આઇ નંબર- ૮૬૬૭૦૦૦૪૧૮૪૯૧૯૯ વાળો મોબાઈલ ફોન જેની કિંમત 7000/- વાળો મોબાઈલ ફોન રાખી સવારના વહેલા નોકરીએ જવા માટે પોતાની બેગ તૈયાર કરેલ અને ઘરમાં આવેલ સેટી ઉપર રાખી સુઈ ગયેલ અને રાત્રીના લાઈટ અવાર-નવાર જતી હોય જેથી ઘરનો મેઈન દરવાજો અર્ધ ખુલ્લો રાખી સુઈ ગયેલ અને આશરે સવારના પાંચેક વાગ્યાના અરશામાં ફરિયાદીના મોટાભાઈ પોતાની નોકરી ઉપર જવા માટે જાગેલ અને પોતાનો થેલો ગોતવા લાગેલ પરંતુ ઘરમાં કોઈ જગ્યાએ થેલો મળેલ નહીં અને બાદ ઘરની બહાર પણ તપાસ કરતાં ઘરની બહાર દાદરાની નીચે પાણીના ટાંકા પાસે રાખેલ પાણી ચડાવવાની મોટર કિંમત રૂપિયા 700/- ની પણ જોવામાં આવેલ નહીં જેથી અમોએ આજુબાજુમાં તપાસ કરતા ફરિયાદીના ભાઈનો થેલો કે પાણી ચડાવવાની મોટર મળી આવેલ નહીં

જેથી રાત્રીના કોઈ પણ સમયે કોઈ અજાણ્યો ઈસમ અમારા ઘરની અંદર પ્રવેશ કરી સેટી ઉપર રાખેલ થેલો જે થેલામાં રાખેલ એમ આઈ કંપનીનો એન્ડ્રોઇડ ફોન કિંમત રૂપિયા 7000/- તથા તમામ ડોક્યુમેન્ટ જેની કિંમત 00/૦૦ તથા રોકડા રૂપિયા 700/- તથા ઘરની બહાર રાખેલ પાણી ચડાવવાની મોટર જેની કિંમત રૂપિયા 700/- એમ કુલે 8400/- ની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય જેથી તેના વિરૂધ્ધ ધોરણસર ફરિયાદ નોંધાવી.