ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઈસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે.આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એલ સી બી નાઓની આગેવાનીમાં એલ સી બી ટીમ દ્વારા ખાનગી બાતમી હકીકત મેળવી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જવાહરનગર પં.પ્રાથમિક શાળાથી થોડેક દૂર બનેલ પતરાથી બનેલ વાડામાંથી દેશી દારૂનું વેચાણ કરતા ઇસમને પકડી પાડી સંડોવાયેલ અન્ય ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે

પકડાયેલ આરોપીનું નામ-

છોટેલાલ માતાપ્રસાદ પટેલ ઉંમર વર્ષ 21 રહે ગ્રીન ગોલ્ડ કંપનીની પાછળ જવાહરનગર ગાંધીધામ 

હાજર ન મળી આવેલ આરોપીઓ-

( 1 ) અશોક બુટારામ પટેલ રહે જવાહરનગર તાલુકો ગાંધીધામ

( 2 ) અસગર ઉર્ફે મુસ્લી ઓસમાણ સોઢા રહે મીઠીરોહર તાલુકો ગાંધીધામ

મુદ્દામાલની વિગત-

દેશી દારૂ લીટર 425 કિંમત રૂપિયા 8500/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા એલ સી બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.