મહિલાની છેડતી તેમજ કોમી વૈમનસ્યને પ્રોત્સાહન આપતું કૃત્ય કરનાર ઇસમને પાસા હેઠળ ધરેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા સૂચના આપેલ હોય જે અન્વયે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમ ઇરફાન મામદ સુમરા ઉંમર વર્ષ 21 રહે ડુમરા તાલુકો અબડાસા વાળા વિરુદ્ધમાં મહિલા છેડતી તેમજ હિન્દુ મુસ્લિમ વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા અંગે ગુનો દાખલ થયેલ હોય જેથી તેઓના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર સાહેબ શ્રી કચ્છ ભુજનાઓ તરફ મોકલી આપવામાં આવેલ જે આધારે કલેકટર સાહેબ શ્રી તરફથી સદરહુ સામાવાળા વિરુદ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામા વાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ હોય
જે અન્વયે એલ સી બી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એચ હિંગોરા નાઓના માર્ગદર્શન મુજબ એલ સી બી સ્ટાફ દ્વારા તપાસ કરતા પાસા વોરંટ જે સામાવાડા વિરુદ્ધ ઇસ્યુ થયેલ તે મળી આવતા વોરંટની બજવણી કરી સામાવાળા ઈરફાન મામદ સુમરા ઉંમર વર્ષ 21 રહે ડુંમરા તાલુકો અબડાસા વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવા તજવીજ હાથ ધરેલ છે.