જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસીંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી બી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ દારૂ/જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ ચૌધરી સાહેબ એ આપેલ માર્ગદર્શન મુજબ નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી કાદિયા નાના ગામ માંથી ગંજીપાના વડે રૂપિયા પૈસાની હાર-જીતનો જુગાર રમતા કુલ 4 આરોપીઓને રોકડા રૂપિયા 15,500/- તથા ગંજીપાના નંગ 52 કિંમત રૂપિયા 00/- એમ કુલ રૂપિયા 15,500/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે
આરોપીઓના નામ સરનામા-
( 1 ) જીવરાજભાઈ ખીમજીભાઈ ગોહિલ ઉંમર વર્ષ 55 રહે કાદિયાનાના તા નખત્રાણા
( 2 ) કરમશી મેઘજીભાઈ દાફડા ઉંમર વર્ષ 65 રહે કાદિયાનાના તા નખત્રાણા
( 3 ) પુંજાભાઈ ધુડાભાઈ ચાવડા ઉંમર વર્ષ 61 રહે આંબેડકરનગર નખત્રાણા
( 4 ) નાનજી કાયા ગોહિલ ઉંમર વર્ષ 60 રહે ઉખેડા તા નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ-
રોકડા રૂપિયા 15,500/- તથા ગંજીપાના નંગ 52 કિંમત રૂપિયા 00/- એમ કુલ રૂપિયા 15,500/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-
ઉપરોક્ત કામગીરીમાં પો ઇન્સ શ્રી બી.એમ ચૌધરી સાહેબ તથા એ.એસ.આઇ મુકેશકુમાર સાધુ તથા પો હેડ કોન્સ ધનજીભાઈ આહીર તથા પો કોન્સ નરેન્દ્રસિંહ સોઢા તથા પો કોન્સ મયંકભાઇ જોષી તથા નિલેશભાઈ રાડા, રમેશભાઈ રબારી, વિપુલભાઈ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ.