ભુજ શહેરમાં થયેલ મો.સા ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

f26cdbe2-f94c-4f7e-afc8-5b93effa543f

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર માથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા માટે આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ સૂચના આપેલ

જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રજી થોમસ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો સ્ટે ના એ પાર્ટ ગુ.ર. નંબર- ૦૬૦૬/૨૦૨૨ ઇ પી કો કલમ- ૩૭૯ મુજબના ગુનાનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફની ટીમ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસથી પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ હીરો કંપનીની ડીલક્ષ મો. સા. સાથે એક ઈસમને પકડી પાડેલ અને તેની પૂછપરછ કરતા તેણે સદર ગુન્હા કામે ગયેલ હીરો કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી ડીલક્ષ મો. સા. રજીસ્ટર નંબર GJ-12-EB-0363 વાળીની ચોરી કરેલાની કબુલાત આપતો હોઈ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપી-

નીઝેફ ફકીર મામદ સમા ઉંમર વર્ષ 23 રહે ઘાંચી ફળીયું મચ્છીપીઠ ચોક ભુજ

રિકવર કરેલ મુદ્દામાલ-

હીરો કંપનીની ડીલક્ષ મો. સા. રજીસ્ટર નંબર GJ-12-EB-0363 કિંમત રૂપિયા 45,000/-

ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રજી થોમસ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ ઝાહીદ એમ મલેક તથા કરણસિંહ પી ઝાલા તથા પો હેડ કોન્સ મહિપાલસિંહ એન જાડેજા તથા પો કોન્સ બલવંતસિંહ ડી જાડેજા તથા જયદેવસિંહ જે જાડેજા નાઓ જોડાયેલા હતા.