છરીની અણીએ થયેલ લુંટના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ નાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓએ મિલકત સંબંધી ચોરીના બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજાર તથા શ્રી પી એન ઝીંઝુંવાડીયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ એ ગુ.ર. નંબર- 0665/2022 ઇ પી કો કલમ 394,397 તથા જી પી એકટ કલમ- 135 મુજબનો ગુન્હો શોધી કાઢી આરોપીને પકડી પાડી તેના કબ્જા માંથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપી-

કાસમ ઉર્ફે નવીન અલારખા સોઢા ઉંમર વર્ષ 25 રહે બાગેશ્રી-03 સોસાયટી તા. અંજાર-કચ્છ

ભેદ ઉકેલી કાઢેલ ગુન્હો-

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ એ ગુ.ર. નંબર0665/2022 ઇ પી કો કલમ 394,397 તથા જી પી એકટ કલમ-135 મુજબ

રિકવર કરેલ મુદ્દામાલ

  • રોકડા રૂપિયા 24,000/-
  • છરી નંગ-01 કિંમત રૂપિયા 00/00

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન ઝીંઝુંવાડીયા સાહેબ સાથે સર્વેલન્સ સ્ટાફના પો હેડ કોન્સ તનેરાજસિંહ ચૌહાણ, ભરતકુમાર ભાટી, લાખાભાઈ ઘાંઘર, પ્રવીણસિંહ જાડેજા તથા પો કોન્સ રવિભાઈ પરમાર, પ્રદીપસિંહ જાડેજા, રવિભાઈ આલ, હિરેનભાઈ મહેશ્વરી દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.