અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજની યુવા સમિતિની રચના કરવામાં આવી

અખિલ કચ્છ કુંભાર સમાજના સંગઠનને મજબુત કરવા તેમજ કચ્છના ખુણે – ખુણે વસતા કુંભાર સમાજના લોકોને મદદરૂપ થવાના આશયથી અખિલ કચ્છ કુંભાર સમાજના પ્રમુખ રફીક મારાની અનુમતિ તેમજ સમગ્ર કચ્છ કુંભાર સમાજના આગેવાનોની સર્વ સમતીથી અખિલ કચ્છ કુંભાર યુવા સમિતિની રચના કરવામાં આવી છે . અખિલ કચ્છ કુંભાર યુવા સમિતિના કચ્છ જિલ્લા પ્રમુખ તરિકે નખત્રાણા તાલુકાના નેત્રા ગામના વતની હારૂન આમદભાઈ કુંભાર ની વરણી કરવામાં આવી છે . હારૂન કુંભાર કે જેઓ મુસ્લિમ સમાજની અનેક વિદ સંસ્થાઓ સાથે જોડાયેલા છે . સમગ્ર કચ્છમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેઓ સરાહનીય કાર્ય કરી રહ્યા છે . મૈત્રા જુથ ગ્રામ પંચાયતના સદસ્ય પદે પણ સેવા આપી ચુકયા છે . તેમજ રાજકીય અને સમાજીક ક્ષેત્રે સતત સક્રિય રહી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે . જિલ્લાના પ્રમુખ સાથે ઉપપ્રમુખ તરિકે વિવિધ સામાજીક સંગઠનો અને રાજકીય રીતે સક્રિય યુવા આગેવાન ગની અબ્દુલા કુંભાર – નલિયા , ગની નુરમામદ કુંભાર ( પત્રકાર ) -ભચાઉ , અબ્દુલકાદર સુમાર કુંભાર – દયાપર , હનીફ હાસમ કુંભાર – અંજાર , નીશાદ અબ્બાસ સણીયા – ભુજ , અનવર સિધ્ધીક કુંભાર – રાપર ની નિમણૂક કરવામાં આવી છે . તો મહામંત્રી તરિકે મહમદસુલતાન આઇ . કુંભાર ( પત્રકાર ) -માધાપર , કુંભાર – ભદ્રેશ્વર , કાસમ અલીમામદ કુંભાર – બિદડા ની નિમણૂક કરવામાં આવી છે.